પતિ ઔરંગાબાદ બિહાર અને પત્ની રોહતાંશ જિલ્લો બિહાર ના મૂળ રહેવાસી અને સુરતમાં અમરોલી વિસ્તારમાં રહ…
પતિ ઔરંગાબાદ બિહાર અને પત્ની રોહતાંશ જિલ્લો બિહાર ના મૂળ રહેવાસી અને સુરતમાં અમરોલી વિસ્તારમાં રહેતા દંપતીના વર્ષ 2009 માં લગ્ન થયેલા અને 2014 થી સુરત આવ્યા બાદ સામાવાળા પતિ તેમની પત્ની ઉપર શંકા રાખતો હોય પત્ની પાસે નોટરી રૂબરૂ છૂટાછેડા સહી કરાવડાવેલ અને તેમાં બાળકોની કસ્ટડી સામાવાળા યાને પતિ પાસે રહેશે તેવો ઉલ્લેખ કરાવેલ ત્યારબાદ પતિ યાને સામા વાળા બાળકોને લઈ મૂળ વતન બિહાર મુકામે ભાગી ગયેલા. જેથી આખરે કંટાળી અરજદાર પત્નીએ વકીલશ્રી વિશાલ આરીવાલા મારફત નામદાર કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ બાળકોની કસ્ટડી માંગતી અરજી કરેલ. જેમાં અરજદાર તરફે એડવોકેટ વિશાલ આરીવાલાની તર્ક ભરી દલીલો ધ્યાને રાખી બાળકોનો સર્વોચ્ચ હિત માતા પાસે રહેલું હોય તેમ જ બંને બાળકો નો સર્વાંગી વિકાસ એકબીજા સાથે શક્ય હોય આજરોજ નામદાર કોર્ટ દ્વારા બંને બાળકોની વચગાળાની કસ્ટડી માતાને યાને અરજદારને સોંપવાનો તેમજ માતા તથા બાળકોના ભરણપોષણ પેટે રૂપિયા 10000 ચૂકવવાનો સામાવાળા વિરુદ્ધ હુકમ કરવામાં આવેલ છે.